Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

દમણવાડા શાળામાં જાગૃતિ અને શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો

દમણવાડા શાળામાં જાગૃતિ અને શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૪ ઃ આપત્તિ જોખમ ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે, પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ર્ઝ઼ીર્ીઁ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને આપદા મિત્ર સ્વયંસેવકોના સાથ સાથે દમણની દમણવાડા શાળામાં આપત્તિ જાગૃતિ અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને આપત્તિની તૈયારી, કટોકટીના સમયે લેવાનાં પગલાં, અટકાયતી ઉપાયો અને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન સુરક્ષાના મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો.
જાગૃતિ સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આપત્તિઓ, સુરક્ષા માટેની આવશ્યક સાવચેતીઓ અને કટોકટીની પરિસ્થિતિઓ પહેલાં, દરમિયાન અને પછી લેવાનાં યોગ્ય પગલાં વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા આપત્તિ સંબંધિત જોખમો ઘટાડવામાં સમયસર પ્રતિભાવ, સામુદાયિક સહભાગિતા અને વ્યક્તિગત જવાબદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સહિયારા પ્રયાસ દ્વારા, પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ર્ઝ઼ીર્ીઁ ઍ યુવા સહભાગિતા, સામુદાયિક જાગૃતિ અને આપત્તિ સામેની સજ્જતાને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી હતી. આ કાર્યક્રમે સુરક્ષિત અને આપત્તિ-સજ્જ સમાજનું નિર્માણ કરવામાં જવાબદાર અને જાગૃત નાગરિકો તરીકે વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ર્ઝ઼ીર્ીઁ યુવા સહભાગિતા, જનજાગૃતિ અને સામુદાયિક સજ્જતાને પ્રોત્સાહન આપતી પહેલોમાં જિલ્લા વહીવટીતંત્રને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.