Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

હવે ગુજરાત સહિતના દેશના તમામ બંદરો માટે ‘ઍક દેશ, ઍક બંદર પ્રક્રિયા’ અમલી બનશે

હવે ગુજરાત સહિતના દેશના તમામ બંદરો માટે ‘ઍક દેશ, ઍક બંદર પ્રક્રિયા’ અમલી બનશે


 (પ્રતિનિધિ ધ્વારા )
અમદાવાદ તા. ૧૪ ઃ મુંબઈમાં કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં સોમ-મંગળવારે બે દિવસિય ૨૧મી મેરીટાઈમ  સ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ-પ્લ્ઝ઼ઘ્ની બેઠક મળી હતી. જેમાં કેન્દ્ર અને દરિયાકાંઠાના ગુજરાત સહિતના રાજ્યો વચ્ચે દેશના તમામ બંદરોમાં પોર્ટ સંબંધિત પ્રક્રિયાઓને વધુ ઍકરૂપ અને પારદર્શક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં દેશના દરિયાકાંઠાના તમામ રાજ્યોના મંત્રીઓ, સ્ટેટ મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ, મોટા બંદરોના વડાઓ અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્ના હતા. જ્યારે ગુજરાત તરફથી બંદર વિભાગ ધરાવતા મુખ્યમંત્રીના સ્થાને નાણા-શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્ના હતા. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, માર્ચ-૨૦૨૭ સુધીમાં ગુજરાત સહિત દેશના તમામ બંદરોમાં ‘વન નેશન, વન પોર્ટ પ્રોસેસ-બ્ફબ્ભ્ લાગુ કરવાની દિશામાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આ અંતર્ગત બંદરોની દસ્તાવેજી પ્રક્રિયા, પોર્ટ ઓપરેશનની પ્રક્રિયા અને વિવિધ મંત્રાલયો-વિભાગો સાથે જોડાયેલી પ્રક્રિયાઓને સરળ અને ઍકરૂપ બનાવવામાં આવશે ઍટલે કે, ઍક બંદરથી બીજા બંદરે માલ મોકલતા વેપારીઓ અને શિપિંગ કંપનીઓને અલગ-અલગ પ્રકારની પ્રક્રિયાઓનો સામનો ન કરવો પડે તે દિશામાં મોટો સુધારો થશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો વેપારીઓ, આયાતકારો, નિકાસકારો અને શિપિંગ ઉદ્યોગને થશે. તમામ બંદરોને પોર્ટ ટેરિફ-ચાર્જની માહિતી ઇલેક્ટ્રોનિક રીતે પ્રકાશિત કરવાની ફરજ પાડવામાં આવી છે પરિણામ સ્વરુપ, કયા બંદરે કયા ચાર્જ લાગશે તેની માહિતી વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. અહીં નોંધવું જરૂરી છે કે, હાલના આ નિર્ણયમાં દરેક રાજ્યના દરેક પોર્ટ ચાર્જનો દર શબ્દશઃ  ઍકસરખો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ ચાર્જની માહિતી જાહેર કરવાની રીત અને પોર્ટ પ્રક્રિયાઓમાં ઍકરૂપતા લાવવાથી રાજ્યવાર પ્રક્રિયાત્મક તફાવત અને અનિડ્ઢિતતા ઘટાડવાનો પ્રયાસ સ્પષ્ટ કરાયો છે. ‘વન નેશન, વન પોર્ટ પ્રોસેજર’માં માર્ચ-૨૦૨૭ સુધીમાં તમામ બંદરોને મેરીટાઈમ સીગલ વીન્ડો-સાગર સેતુ સાથે ઇન્ટિગ્રેટ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આથી પોર્ટ સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ ઍક જ ડિજિટલ માધ્યમ પર લાવવાનો માર્ગ મોકળો થશે અને પોર્ટ પર કાગળ આધારિત તથા અલગ-અલગ પ્રક્રિયાઓ ઘટાડવામાં મદદ મળશે. આ બેઠકમાં મેરીટાઈમ ઈન્ડિયા વીઝન ૨૦૩૦ અને મેરીટાઈમ અમૃત કાળ વિઝન ૨૦૪૭ અંતર્ગત લાંબા ગાળાના લક્ષ્યાંકો પર પણ ચર્ચા થઈ હતી.
ગુજરાત જેવા વિશાળ દરિયા કાંઠો ધરાવતા રાજ્ય માટે આ નિર્ણયનું વિશેષ મહત્વ છે. રાજ્યના વિવિધ બંદરો પરથી આયાત-નિકાસ કરતા ઉદ્યોગો, શિપિંગ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને પોર્ટ આધારિત ઉદ્યોગોને પ્રક્રિયાઓમાં વધુ સ્પષ્ટતા અને ઍકરૂપતા મળવાની અપેક્ષા છે. પ્લ્ઝ઼ઘ્ઍ રાજ્યોને પોર્ટ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ વિકસાવવા, પ્લગ-ઍન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા અને મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ ભાર મૂક્યો છે. હાલ અલગ-અલગ બંદરો અને રાજ્યોમાં દસ્તાવેજીકરણ, મંજૂરી અને ઓપરેશનલ પ્રક્રિયાઓમાં તફાવત જોવા મળે છે. ‘વન નેશન, વન પોર્ટ પ્રોસેસ’નો મુખ્ય હેતુ આ પ્રક્રિયાઓમાં ઍકરૂપતા અને ડિજિટલ સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવાનો છે. સરકાર દ્વારા પોર્ટ ટેરિફ અને ચાર્જની માહિતી પણ ઇલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં પગલાં લેવાયા છે. ઍટલે વેપારીઓને કયા બંદરે કઈ પ્રક્રિયા અને કયા ચાર્જ લાગુ પડે છે તેની માહિતી વધુ સરળતાથી મળી શકશે.આ બેઠકમાં ઈન્ડિયન પોર્ટ ઍક્ટ, ૨૦૨૫ હેઠળ ૧૫મી, મે ૨૦૨૬ના રોજ સૂચિત થયા બાદ આ તેની પ્રથમ બેઠક હતી.
જેમાં તેને વૈધાનિક સલાહકાર સંસ્થા તરીકે વધુ મજબૂત ભૂમિકા મળી છે. પ્લ્ઝ઼ઘ્ની મૂળ રચના ૧૯૯૭માં થઈ હતી. ખાસ કરીને ઍક જ વેપારી જો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા અથવા અન્ય દરિયાકાંઠાના રાજ્યના બંદરનો ઉપયોગ કરે તો અલગ-અલગ પ્રક્રિયાઓના બદલે વધુ પ્રમાણભૂત ડિજિટલ સિસ્ટમ તરફ આગળ વધવાનો માર્ગ તૈયાર થશે.