Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી મનપા દ્વારા સતત બીજા વર્ષે સ્વદેશી મેળાનું આયોજન

વાપી મનપા દ્વારા સતત બીજા વર્ષે સ્વદેશી મેળાનું આયોજન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક વેપાર અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી સતત બીજા વર્ષે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી તા. ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ સુધી વાપીના ચલાખાતે આવેલા અજીતનગર ના મેદાન મા યોજાશે.સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને પોતાના ઉત્પાદનોના પ્રદર્શન તેમજ વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મેળામાં વિવિધ વ્યવસાયકારો, વેપારીઓ, કારીગરો, સ્વસહાય જૂથો, વલસાડ જિલ્લાની સખી મંડળો તેમજ નાના ઉદ્યોગકારોને સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વાપી મહાનગરપાલિકા દ્વારા મેળામાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓ અને વ્યવસાયકારોને પોતાના સ્ટોલ બુક કરાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્નાં છે. આ મેળાના માધ્યમથી સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદનો વધુ લોકો સુધી પહોંચાડવાની તક મળશે. સાથે જ સ્વદેશી ચીજવસ્તુઓના પ્રચાર-પ્રસારને પણ વેગ મળશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલા સ્વદેશી મેળાને ભારે સફળતા મળી હતી. આ સફળતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં યોજાનારા આ મેળાથી સ્થાનિક વેપાર-ધંધાને પ્રોત્સાહન મળવાની સાથે નાના ઉદ્યોગકારો અને સ્વસહાય જૂથોને આર્થિક રીતે આગળ વધવાની તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.