વલસાડની ઈર્મા સોસાયટીમાં વડીલ બહેનોઍ બેઠા ગરબાની અનોખી પરંપરા
- byDamanganga Times
- 15 October, 2026
વલસાડ, તા.૧૪ ઃ નવરાત્રિ ઍટલે મા જગદંબાની આરાધના અને શક્તિ ઉપાસનાનો પવિત્ર પર્વ. ગરબા ઍ માત્ર ઍક નૃત્ય નથી, પરંતુ હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને અખૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે. ત્યારે વલસાડના ધરમપુર રોડ પર પેટ્રોલપંપની બાજુમાં આવેલી ઈર્મા સોસાયટીમાં ગુજરાતની સંસ્કૃતિ અને ભવ્ય વિરાસતને પેઢી દર પેઢી સાચવી રાખવા માટે નમ્ર પ્રયાસ કરાયો છે. વલસાડમાં પહેલાંના સમયમાં શેરી ગરબામાં ગવાતા પ્રાચીન ગરબા, પારંપરિક ઢાળ અને બેઠા ગરબાની ઍ દિવ્ય પરંપરા વિસરાઈ રહી છે. આજની નવી પેઢી આપણી સંસ્કૃતિથી પરિચિત થાય અને આપણી આ ધરોહરને આગળ ધપાવે, ઍ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. જે અંતર્ગત વલસાડની ઈર્મા (ત્ય્પ્ખ્) સોસાયટીની વડીલ અને ઉત્સાહી બહેનો દ્વારા બેઠા ગરબાની ઍક અત્યંત મનમોહક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ સુંદર પ્રસ્તુતિ માટે તેમણે ખૂબ જ ઝીણવટપૂર્વક અને ઉત્સાહથી તૈયારી કરી હતી. તેઓ પારંપરિક વસ્ત્રપરિધાન અને સાદગીભર્યા ચહેરા સાથે બેઠા ગરબા ગાવા બેઠા, ત્યારે ઍવું લાગતું હતું જાણે સાક્ષાત્ માતાજી જ ગરબા રમાડવા પધાર્યા હોય. આ ભક્તિભાવ ભરેલી કૃતિઍ ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું.
