Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

દમણ- સેલવાસમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગની ચાંપતી તપાસ

દમણ- સેલવાસમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગની ચાંપતી તપાસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૪ ઃ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને દમણ-દીવ અને દાદરા અને નગર હવેલીમાં ખાદ્ય સુરક્ષા અભિયાનની શરુઆત કરવામાં આવી છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શનમાં પ્રશાસનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સેલવાસની જાણીતી મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. ટીમે વિવિધ મીઠાઈઓ તેમજ કાચા માલના નમૂના પણ લીધા હતા. તપાસ દરમિયાન દમણમાં ૩ અને દાદરા નગર હવેલીમાં ૬ જેટલી જગ્યાઍ જરુરી સ્વચ્છતાનો અભાવ સહિત પ્રિન્ટ વગરનાં પેકેટમાં વેફર્સ અને અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાનું જણાયું હતું. ટીમે સંબંધિત દુકાનદારોને તાત્કાલિક આ પ્રકારનું વેચાણ બંધ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત કેટલીક દુકાનોના ફૂડ લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું.
અધિકારીઓઍ સંબંધિત દુકાનદારોને વહેલી તકે લાઇસન્સનું નવીનીકરણ કરાવવા જણાવ્યું હતું અને સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
ફૂડ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે બેદરકારી દાખવનાર સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે. તમામ દુકાનદારો અને ફેરિયાઓઍ માન્ય ફૂડ લાઇસન્સ રાખવું તથા સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોય છે. આવી સ્થિતિમાં તેમની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે. સ્થાનિક લોકોઍ ફૂડ વિભાગની આ કામગીરીને આવકારીને આવી તપાસ નિયમિત રીતે હાથ ધરવાની માંગ કરી છે, જેથી સામાન્ય લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે. તહેવારોના સમયગાળામાં આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ખાદ્ય સામગ્રીઅો ખરીદતી વખતે ઍની દરેક રીતે પુરતી તપાસ કરે અને વિશ્વસનીય જગ્યાઅોઍથી જ ઍની ખરીદી કરે જા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કે અન્ય સામગ્રની શંકા જાય તો ઍફઍસઍસઍઆઈ હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૧૨-૧૦૦ પર ફરિયાદ કરાવી શકાય છે.