વાપી મનપાના અનેક વિસ્તારોમાં સફાઈનો અભાવ
- byDamanganga Times
- 15 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકામાં નવા સમાવાયેલા ૧૧ ગામોમાંથી મોટાભાગનાં ગામોમાં સફાઈનો અભાવ જોવા મળતાં સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ઍક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્ના છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતાં મનપાના સફાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પ્રા વિગતો મુજબ, વાપી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં નિયમિત સફાઈ જાળવવા અને ગંદકી ન થાય તે માટે વાર્ષિક કોન્ટ્રાક્ટના આધારે ઍજન્સીઓને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, હાલ કામગીરી સંભાળતી ત્રણેય ઍજન્સીઓ સફાઈની વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવામાં નિષ્ફળ રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા હવે દરેક વોર્ડમાં અલગ ઍજન્સી દ્વારા સફાઈ કરાવવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્નાં છે. ઍટલે કે, ૧૩ વોર્ડમાં ૧૩ અલગ-અલગ ઍજન્સીઓ મારફતે સફાઈની કામગીરી કરાવવાની તૈયારી છે. જોકે, નવી વ્યવસ્થા અમલમાં આવે તે પહેલાં જ મનપાના અનેક વિસ્તારોમાં ગંદકીની સમસ્યા યથાવત્ છે. ખાસ કરીને નવા સમાવાયેલા ૧૧ ગામોમાં સફાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. નાગરિકો પોતાના વિસ્તારના ચૂંટાયેલા સભ્યો સમક્ષ રજૂઆતો કરતા હોવા છતાં સમસ્યાનો યોગ્ય ઉકેલ મળતો ન હોવાની પણ નારાજગી વ્યક્ત થઈ રહી છે.
હાલ ચોમાસાની વિદાય થઈ રહી છે અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્ના છે. આવા સમયે શહેર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાની જવાબદારી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષની છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળતાં સ્થાનિક લોકોમાં અસંતોષ વધી રહ્ના છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને વિવિધ રોગચાળો ફાટી નીકળવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં દિવસ અને રાત્રિ દરમિયાન સફાઈ માટે ત્રણે ઍજન્સી પાસે પૂરતા સફાઈ કામદારો ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. સફાઈ કામદારોની સંખ્યા, તેમની કામગીરી અને કોન્ટ્રાક્ટર તથા આરોગ્ય વિભાગ વચ્ચેના સંકલન અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્ના છે.
