Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં હાઈવે સર્વિસ રોડ પર લક્ઝરી બસોનું બેફામ ર્પાકિંગ

વાપીમાં હાઈવે સર્વિસ રોડ પર લક્ઝરી બસોનું બેફામ ર્પાકિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ  વાપીમાંથી પસાર થતા નેશનલ હાઇવે-૪૮ પર યુપીઍલ બ્રિજથી સલવાવ સુધીના વિવિધ બ્રિજ નીચેના સર્વિસ રોડ તેમજ મુખ્ય માર્ગ પર ખાનગી લક્ઝરી બસો અને અન્ય વાહનોનું દિવસ-રાત આડેધડ ર્પાકિંગ થતું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્ના છે. વાપીના કોપરલી ચાર રસ્તા શ્યામજી કૃષ્ણ વર્મા ચોક ના પેપીલોન હોટલથી છરવાડા અંડરપાસ સુધીના માર્ગ પર વાહનોના બેફામ ર્પાકિંગથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.  ટ્રાફિક પોલીસ દ્વારા લક્ઝરી બસો માટે પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હોવા છતાં તેનો અસરકારક અમલ થતો ન હોવાની ફરિયાદોપણ ઊઠી રહી છે. ટ્રાફિક પોલીસ નાના વાહનચાલકો સામે કાર્યવાહી કરતી હોવા છતાં ખાનગી લક્ઝરી બસો અને મોંઘી કારોના આડેધડ ર્પાકિંગ સામે પૂરતી કાર્યવાહી કેમ થતી નથી તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરી અનધિકૃત ર્પાકિંગ અટકાવે અને તમામ વાહનો સામે સમાન ધોરણે કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.
ટ્રાફિક પોલીસ માત્ર કેટલાક વેપારીઓને બેંકમાં તથા હોસ્પિટલમાં આવતા ગ્રાહકના વાહનોના વીલમાં લોક કરી કાર્યવાહી કરી રહ્ના છે તે માત્ર મહિનામાં બે થી ત્રણ વાર જ કરાય છે શું તેવા કામગીરી માત્ર તેમની હાજરી બતાવવા પૂરતી કરે છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્ના છે.