Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીના મોબાઈલ અને કોમ્પ્યુટર બજારમાં ભાવ વધારાની અસર

વાપીના મોબાઈલ અને કોમ્પ્યુટર બજારમાં ભાવ વધારાની અસર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ છેલ્લા બે મહિનામાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને તેની ઍસેસરીઝના ભાવમાં  વધારો થતા વાપી પંથકના વેપાર અને સામાન્ય ગ્રાહકો પર સીધી અસર પડી છે.
ડોલર સામે રૂપિયામાં ઘટાડો, ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો અને ઍ આઈ ચિપ તથા સેમિકન્ડક્ટરની વૈશ્વિક અછતને કારણે મોબાઈલ,સ્પરપાર્ટ, કોમ્યુટર, કી-બોર્ડ, માઉસ, હેડફોન, પેનડ્રાઈવ જેવી ઍસેસરીઝ મોંઘી થઈ ગઈ છે. વાપી ચાર રસ્તા મોબાઈલ ઍસેસરી અને રિપેરિંગ માર્કેટ, ગુંજન મોબાઈલ  માર્કેટ,ચણોદ અને ટાઉન વિસ્તારના મોબાઈલ વેપારીઓના જણાવ્યા મુજબ દિવાળી પહેલા ધંધો તેજ થવાની આશા હતી, પરંતુ છેલ્લા બે ત્રણ મહિનામાં ભાવ વધારાને કારણે ગ્રાહકી ૫૦ ટકા જેટલી ઘટી ગઈ છે.  ઓનલાઈન, શોપિંગની પણ સીધી અસર વર્તાઈ રહી છે.જે મોબાઈલ ૧૨ થી ૧૫ હજારની કિંમતના હતાં તેના સીધા ૨૨ થી ૨૫ હજાર થઈ ગયા છે. નવા મોબાઈલ વેચાણમાં સ્પર્ધાના કારણે મર્જિન ઘટી ગયું છે. ગ્રાહકો પણ મોબાઇલ ખરીદી મોટાભાગે રોકડેથી ન કરી ફાઇનાન્સ ઉપર લઈ રહ્નાં છે જેમાં વેપારીઓઍ પ્રોસેસિંગ ચાર્જ થી લઈ અનેક બાબતે ભોગવવા  પડે છે. મોબાઈલની ડિસ્પ્લે,મધરબર્ડ આઇસી જેવાં સ્પરપાર્ટમના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. કોમ્પ્યુટર રીપેરીંગ અને ઍસેમ્બલિંગના ભાવ પણ વધતા નાના વેપારીઓ અને સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કમ્પ્યુટર સ્પરપાર્ટ માં રેમ, હાર્ડ ડિસ્ક, હાર્ડ ડ્રાઇવ,મધરબર્ડના ભાવમાં પણ ૨૦૦ થી ૫૦૦ રૂપિયા સુધી વધારો થયો છે.  વેપારીઓઍ જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડે નહીં તો આગામી નવરાત્રી-દિવાળીની સિઝનમાં પણ બજારમાં મંદીનો માહોલ યથાવત રહેશે.