Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

કછોલીમાં દીપડાઍ વાછડાનું મારણ કર્યુ

કછોલીમાં દીપડાઍ વાછડાનું મારણ કર્યુ


ગણદેવી,તા.૧૨ ઃ ગણદેવી તાલુકા નાં વન વગડા માં વસવાટ કરતા દીપડા ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવતા હોય છે. દરમિયાન કછોલી ડુંગરી ફળીયા થી ધમડાછા જતા વાડી માર્ગ સ્થિત ખેડૂત, પશુપાલક શૈલેષભાઈ ઠાકોરભાઈ દેસાઈ નાં કોઢારમાં માં રવિવાર સાંજે ૮ કલાક નાં અરસામાં દીપડા ઍ વાછરડા નો શિકાર કર્યો હતો. કોઢારમાં માં કુલ ૭ જેટલા પશુ ઓ હતા. જેના ભાંભરવાનાં અવાજ ને પગલે ખેડૂત પરીવાર ઍ તપાસ કરતા દીપડો ભાગી ગયો હતો.સમગ્ર ઘટના અંગે વન વિભાગ ને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ચેતન પટેલ, ભાવિન પટેલ ની ટીમેઍ રવિવાર રાત્રે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં મરઘાનું મારણ મુકી દિપડાને પાંજરે પુરવા તખ્તો તૈયાર કર્યો હતો. તેમ છતાં નવરાત્રિ પર્વે લોકોમાં દહેશત વ્યાપી હતી.