Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

રોણવેલ આર.કે. પટેલ વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

રોણવેલ આર.કે. પટેલ વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા ૮ ઃ વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલ આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલય માં ઍસ.વી.ઍસ. (સદાચાર) કક્ષાનું ભવ્ય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉત્સાહભેર યોજાઈ હતું. આ પ્રદર્શનનો મુખ્ય વિષય ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનૅ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમની સુ પ્રતિભા બહાર આવે તે માટે યોજાયેલા આ પ્રદર્શનમાં આશરે ૫૨ થી વધુ   શાળાઓમાંથી કુલ ૭૨ જેટલી અદભુત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની કૃતિઓની પ્રશંસા કરી હતી કે આવી સ્પર્ધાઓથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મનીષભાઈ પટેલ, ડૉ. પન્નાબેન પટેલ, રોણવેલ વિભાગ કેળવણી મંડળ મંત્રી રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનસુખભાઈ આહીર આ ઉપરાંત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ વૈજ્ઞાનિક મહોત્સવને સફળ બનાવ્યો હતો. શાળાના આચાર્ય ડૉ. ધનસુખભાઈ આહીરે તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.