Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની ‘સ્કોબા પ્રાઇડ ઍવોર્ડ’માં બેવડી સિદ્ધિ

ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની ‘સ્કોબા પ્રાઇડ ઍવોર્ડ’માં બેવડી સિદ્ધિ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૮ ઃ દક્ષિણ ગુજરાતની શહેરી સહકારી બેંકોના પ્રતિષ્ઠિત સંગઠન સ્કોબા દ્વારા ૧૮ઁમો સ્કોબા પ્રાઇડ ઍવોર્ડ-૨૦૨૬ મનાલી, હિમાચલ -દેશમાં યોજાયો હતો. આ સમારોહમાં ધી ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ.ઍ બે પ્રતિષ્ઠિત સન્માન મેળવી બેંકના સભાસદો, ગ્રાહકો, સંચાલન મંડળ તથા સમગ્ર કર્મચારીગણનું ગૌરવ વધાર્યું છે.
બેંકને મોટી બેંક શ્રેણીમાં નાણાકીય સ્થિરતા ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રા થયું હતું. નાણાકીય મજબૂતી, સુદૃઢ સંચાલન, નાણાકીય શિસ્ત તથા વિશ્વસનીય બેંકિંગ કામગીરીને ધ્યાનમાં રાખી હતી.આ ઉપરાંત જાહેર સંબંધો અને સામાજિક પ્રવૃત્તિ ક્ષેત્રે મોટી બેંક શ્રેણીમાં બેંકને દ્વિતીય સ્થાન પ્રા થયું હતું. બેંક દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ, સભાસદો અને ગ્રાહકો સાથેનો સારો સંપર્ક તથા સમાજ પ્રત્યેની જવાબદારીને આ સન્માન દ્વારા માન્યતા મળી છે. બેંક તરફથી પ્રમુખ જસ્મીન દેસાઈ, ઉપપ્રમુખ શૈલેષભાઈ શાહ, સેક્રેટરી તથા સ્કોબાના સેક્રેટરી ગોપાળભાઈ ગોહિલ, સંચાલન મંડળના પ્રમુખ તુષાર વશી, ઉપપ્રમુખ મિતેશભાઈ જોશી, નિયામક મંડળના સભ્યો નિલેશ શર્મા, મિતેશ પંડ્યા, કેયુર વશી, નિશીત નાયક, પ્રજ્ઞેશ પટેલ, મનીષ દેસાઈ, જ્યોતિ દેસાઈ, ભાવના નાયક તેમજ બેંકના મેનેજર હેમાંશુભાઈ વૈદ્ય ઉપસ્થિત રહ્ના હતા. બેંકના સંચાલન મંડળે જણાવ્યું હતું કે, આ બંને સન્માન માત્ર બેંકની સિદ્ધિ નથી, પરંતુ વર્ષોથી બેંક સાથે જોડાયેલા દરેક સભાસદ, ગ્રાહક, શુભેચ્છક, કર્મચારી અને સહયોગીની સામૂહિક સફળતા છે. ભવિષ્યમાં પણ વધુ સારી, પારદર્શક, આધુનિક અને સભાસદલક્ષી બેંકિંગ સેવાઓ પૂરી પાડવા સાથે સામાજિક જવાબદારીના ક્ષેત્રે વધુ સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી