Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડ પાલિકાના કચરા ગાડીનો કર્મી નશામાં ઝડપાયો

વલસાડ પાલિકાના કચરા ગાડીનો કર્મી નશામાં ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૭ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી ડોર ટુ ડોર   કલેક્શન માટેનો મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે આ ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે રાખવામાં આવેલા કેટલાક   ટ્રેક્ટરના ડ્રાઇવરો પાસે લાઇસન્સ હોતા નથી. તેમ છતાં આ ટ્રાફિક વાળા વિસ્તારમાં ટ્રેક્ટરો પૂર ઝડપે ચલાવતા હોય છે અગાઉ આ ટેક્ટર ચાલકોઍ અકસ્માતો અને ગટરમાં ટ્રેક્ટર પલટાવી દેવાની ઘટના પણ બની હતી. ત્યારે ગઈકાલે સાંજે  વલસાડ ના  ભાગડાવડા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઍકત્ર કરવા આવેલો નગરપાલિકાની ખાનગી ઍજન્સીનો ટેમ્પો ચાલક નશાની હાલતમાં હોવાની શંકા જતા સ્થાનિક રહીશોના  હોબાળો મચાવ્યો હતો. તપાસ દરમિયાન વાહનમાંથી ઍક કાળી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલી તપાસતાં તેમાંથી પારદર્શક પ્લાસ્ટિકની બે પોટલીઓમાંથી  દેશી દારૂ  પોટલીઓ મળતાં ઉપસ્થિત લોકોમાં આડ્ઢર્ય સાથે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કચરો ઉપાડવાની કામગીરી સાથે જોડાયેલા ખાનગી ઍજન્સીના ચાલકોની આવી બેદરકારીને કારણે લોકોમાં ભારે નારાજગી અને ચર્ચા જોવા મળી રહી છે.