થાલાના બંધ ઘરમાંથી ૧.૭૭ લાખની મત્તાની ચોરી
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૦૭ ઃ ચીખલી તાલુકાના થાલા ગામ ખાતે આવેલ ગાંધી કોમ્પ્લેક્સ બી વિભાગ બીજા માળે રૂમ નંબર ૨૮ જયદીપભાઇના ભાડાના મકાનમાં રહેતા નિર્મલ લેરુદાસ વૈષ્ણવ જે પોતાના પરિવાર સાથે રહેતો હોય અને ચીખલીની જવેલર્સ ની દુકાન માં બે ભાઈઓ નોકરી કરતા હોય અને પત્ની ઘરે ઍકલી રહેતી હોય ત્યારે તારીખ ૫. ૧૦. ૨૬ ના રોજ પત્ની બપોરે સવા ઍક વાગ્યે ઍપાર્ટમેન્ટના નીચેના માળે જમવા માટે ગયેલ અને ત્યાં સાંજના પોણા પાંચેક વાગ્યા સુધી રોકાયેલ ત્યારબાદ ફલેટ પર જઈને જોતા દરવાજા પર તાળું તૂટેલ હાલતમાં અને કડી વળી ગયેલ હાલતમાં હતી ઘરમાં અંદર જઈને જોતા ઘરના બેડરૂમમાં લાકડાનો કબાટનો દરવાજો ખુલ્લો હતો અને કબાટના ડ્રોવરનું લોક કોઈ ચોર ઇસમે કોઈ સાધન વડે તોડી નાખેલ હતું અને નીચેનું ડ્રોવર ખુલ્લું હતું જે લોકરમાં સોનાનું મંગળસૂત્ર જેનું પેડલ સાથે વજન ૧૭ ગ્રામ કિંમત રૂ. ૧.૦૫.૪૦૦ તથા સોનાની કાનની બુટ્ટી જેનું વજન આશરે બે ગ્રામ કિંમત રૂપિયા ૧૨.૪૦૦ તથા ચાંદીનું હાથમાં પહેરવાનું લુઝર જેનું વજન ૩૦ ગ્રામ કિંમત રૂપિયા ૯,૦૦૦ તથા પગમાં પહેરવાની ચાંદીની પાયલ વજન ૬૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૮૦૦૦ તથા ચાંદીની હાથમાં પહેરવાની ચુડી બેંગલ જેનું આશરે વજન ૨૫ ગ્રામ કિંમત રૂપિયા ૭૫૦૦ તથા રોકડા રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧.૭૭.૩૦૦ મત્તાની ચોરી કોઈ ચોર ઈસમો કરી ગયા હોવાની ફરિયાદ નિર્મલ લેરુદાસ વૈષ્ણવ મૂળ રહે. ગામ કુવારીયા તા.કુવરીયા જી. રાજસ્થાન ના ઍ ચીખલી પોલીસ મથકે નોંધાવતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
