વાંસદાના રૂપવેલની પરણીતાઍ પિયરમાં આપઘાત કર્યો
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૭ ઃ વાંસદા તાલુકાના રૂપવેલ ગામની ઍક પરિણીતાઍ ચીખલી તાલુકાના સિયાદા ગામે પિયરમાં આવી ટોયલેટ ક્લીનર પી જતા જેનું ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના રૂપવેલ રાયવાડી ફળિયા ખાતે રહેતી કિન્નરી વિરલભાઈ પટેલ ઉ.વ. ૩૩ જે તારીખ ૨૯. ૮. ૨૬ ના રોજ સવારે પાંચેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ટોયલેટ ક્લીનર પી જતા જેને -થમ સારવાર ચીખલી ની ખાનગી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે ધરમપુર ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં આજરોજ બપોરના સમયે સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું.
કિન્નરી બેન પટેલનો લગ્ન સમય ચાર વર્ષનો હોય અને કિન્નરીબેન પટેલે ચીખલી તાલુકાના સીયાદા ગામના દાદરી ફળિયા ખાતે પિયરમાં આવીને ટોયલેટ ક્લીનર પી લીધું હતું બનાવની વધુ તપાસ ચીખલી સબ ડિવિઝન પોલીસ મથકના ડીવાયઍસપી કરી રહ્ના છે.
