કલસર ચેકપોસ્ટથી ધરમપુર તા.પં.ના નેતા સહિત ત્રણ નશાની હાલતમાં ઝડપાયા
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૦૭ ઃ પારડી તાલુકાના કલસર ગામમાં પારડી પોલીસે ધરમપુરના જાણીતા રાજકારણી નેતા અને ઍના બે મિત્રોને દારૂ પીધેલી હાલતમાં અને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો અને ઍમની સામે ગુનો દાખલ કર્યો હતો પારડી પોલીસ મથક માંથી મળતી માહિતી મુજબ પકડાયેલ હેમંતકુમાર રૂમસિંગભાઇ પટેલ ઉ.વ.૩૩ ઘંઘો-ઇલેકટ્રીશીયન રહે.મોટી ઢોલડુંગરી, ડુંગરી ફળિયું, તા.ઘરમપુર, જિ.વલસાડ, કુલદિપસિંહ દીનેશભાઇ પઢીયાર, ઉ.વ.૩૦, ઘંઘો-ખેતી, રહે.બોરડી ફળિયું, ઘરમપુર રોડ, વાંકલ, તા.જિ.વલસાડ, કલ્પેશભાઇ અમ્રતભાઇ પટેલ, ઉ.વ.૩૭, ઘંઘો-ખેતી, રહે. મોટી ઢોલડુંગરી, ડુંગરી ફળિયું, તા.ઘરમપુર, જિ.વલસાડ નાઓઍ ઍક બીજાની મદદગારી કરી પોતાના કબ્જાની ઍક સ્વીફટ ડિઝાયર કાર નંબર ઞ્થ્-૧૫-ઘ્ગ્-૩૭૭૧ ની કિંમત રૂ.૨,૦૦,૦૦૦નીમાં ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ આગળ ગ્લોવબોક્ષની પાછળની જગ્યાઍ ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલી કુલ નંગ.૦૩ ૨.૨૫૦ લીટર કિં.રૂ.૨૪૨૪ નો પ્રોહી મુદામાલ લઇ આવતા તેમજ ત્રણેય ઇસમો વગર પાસ પરમીટે દારૂનો નશો કરી નશાની હાલતમાં વાહન ચેકીંગ દરમિયાન કલસર પાતલીયા ચેક પોસ્ટ રોડ ઉપર તા.પારડી જી.વલસાડ ખાતે પકડાઇ ગયેલ હોય જેથી મારી તેના વિરૂધ્ધ પ્રોહી ઍકટ કલમ ૬૫(ઍ)(ઍ),૯૮(૨),૮૧,૬૬(૧)ઇ મુજબ કાયદેસર થવા ફરીયાદ છે તેમજ કાર ચાલક ઇસમ વિરૂઘ્ઘમાં ઍમ.વી.ઍકટ કલમ-૧૮૫ તથા પ્રોહી.ઍકટ કલમ-૬૬(૧)ઇ મુજબ અલાયદી ફરીયાદ આપેલ છે આમ કલસનના પાટલીયા ચેકપોસ્ટ પાસે ધરમપુરના જાણીતા રાજકારણી કલ્પેશ પટેલ અને ઍમના મિત્રો દારૂ પીધેલી હાલતમાં અને દારૂ ની બોટલ સાથે પકડાઈ ગયા હતા. આ ઘટનાને પગલે રાજકારણ કરમાયું હતું અને પોલીસ મથકમાં મોડી રાત સુધી ચહલપાલ જોવા મળી હતી પરંતુ પોલીસે પોલીસનું કામ કર્યું હતું અને કલ્પેશ પટેલ અને ઍના મિત્રો સામે ગુનો દાખલ કર્યો હતો.
