વલસાડમાં વેપારી સાથે છેતરપિંડી કરી ધમકી આપનાર સામે ફરિયાદ
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૭ ઃ વલસાડ તાલુકા ના બિનવાડા ગામે રહેતા અને વેપાર કરતા પન્નાલાલ ઉકારલાલ કુમાવત (ઉ.વ. ૩૮) શાકભાજી માર્કેટમાં મહાદેવ દુકાન ધરાવતા વિક્રમભાઈ (ઉ.વ. ૩૫, રહે. શાકભાજી માર્કેટ, વલસાડ) પાસેથી વર્ષોથી માલસામાનની ખરીદી કરતા હતા. વર્ષો જૂની ઓળખાણ અને ધંધાકીય સંબંધો હોવાથી ફરિયાદી વિક્રમભાઈ પાસેથી મગાવેલા માલસામાન સામે પૂરેપૂરી રકમ ચૂકવી આપતા હતા. જોકે, બાદમાં ખરીદેલા માલની ચકાસણી કરતા માલ ઓછો માલૂમ પડતો હતો, છતાં સામે પક્ષેથી પૂરેપૂરા નાણાં વસૂલી લેવામાં આવતા હતા.
શંકા જતાં ફરિયાદી પન્નાલાલ કુમાવતે પોતાની દુકાન તથા પરિસરના સી.સી.ટી.વી. કેમેરાનું ચેકિંગ કર્યું હતું. સીસીટીવી ફૂટેજ આવ્યું હતું કે આરોપી વિક્રમભાઈ ગાડીમાંથી દેખાવ પૂરતો માલ ઉતારતા અને બાદમાં માલ પરત ચઢાવી લઈને છેતરપિંડી આચરતા હતા.
ફરિયાદ અરજીમાં આક્ષેપ કરાયો છે કે આરોપી પાસે કોઈ ધંધાકીય લાઈસન્સ ન હોવા છતાં હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ વેચી લોકો સાથે ઠગાઈ કરતો હતો. ફરિયાદી સાથે આ રીતે કુલ રૂ. ૩ લાખ ની આસપાસની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે.
ફરિયાદીઍ પોતાની બાકી નીકળતી કાયદેસરની રૂ. ૩ લાખની રકમ માંગતા અથવા છેતરપિંડી અંગે વિરોધ દર્શાવતા આરોપી ઉત્તેજિત થઈ ગયો હતો. આરોપી પોતે રાજકીય પહોંચ ધરાવતો હોવાનો રોફ બતાવી ફરિયાદીને ભયંકર ગુનાઓમાં સંડોવી દેવાની તથા ૅજોઈ લેવાની ખુલ્લેઆમ ગુનાહિત ધમકીઓ આપી રહ્ના છે.
આરોપીની આવી ગેરકાયદેસર અને ધમકીભરી પ્રવૃત્તિઓથી કંટાળીને ફરિયાદી પન્નાલાલ કુમાવતે વલસાડ જીલ્લા પોલીસ વડા ને લેખિત ફરિયાદ આપી છે.
