Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી હાઈવે બ્રિજ પર ચાર વાહનો ઍકસાથે અથડાયા

વાપી હાઈવે બ્રિજ પર ચાર વાહનો ઍકસાથે અથડાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ વાપી ટાઉનના કોપરલી ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે નંબર-૪૮ પર આવેલા હાઈવે બ્રિજ ઉપર આજે મોડી સાંજે ચાર વાહનો ઍકસાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પ્રા વિગત  મુજબ આજે સાંજે આશરે ૬ વાગ્યાના અરસામાં સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ વાપી ઉપરની ચાર રસ્તા હાઇવે બ્રિજ ના મુખ્ય માર્ગ પર ઍક કારની પાછળ ઍક પીકઅપ વાહન અથડાયું હતું. ત્યારબાદ પીકઅપની પાછળ આવી રહેલી અન્ય બે કાર પણ ઍક બાદ ઍક અથડાઈ હતી. આમ, ચાર વાહનો ઍકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્મિક અથડામણને કારણે હાઈવે પર વાહનોની અવરજવર ધીમી પડી હતી અને થોડી જ વારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુંબઈ તરફ જતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવે બ્રિજ પર બનેલા આ અકસ્માતને કારણે સાંજના વ્યસ્ત સમયે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.