Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડના તિથલ રોડ પરનું ‘ગૌધામ’ ખાલી કરાવવા આદેશ

વલસાડના તિથલ રોડ પરનું ‘ગૌધામ’ ખાલી કરાવવા આદેશ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ ગૌધામાં શહેરમાં રખડતી ભટકતી બીમાર અપંગ ૨૦૦ જેટલી ગાયોનું આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું હતું.
ગૌ સેવાભાવી લોકો ના દાનથી આ ગૌધામ ચાલતું હતું. જોકે આ ગૌધામ ખાલી કરવાનો આદેશ કરતા આ લાચાર બનેલી ગાય વાછરડાને ગૌરક્ષો ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
વલસાડના તિથલ રોડ પર છેલ્લા ૨ વર્ષથી ‘ગૌધામ’ને તંત્ર દ્વારા ખાલી કરાવવા માટે આદેશ જારી કરવામાં આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ સાથે લાચારીની લાગણી પ્રસરી ગઈ છે. ખાનગી જમીન પર મંજૂરી મેળવી ઊભું કરાયું હતું.
વલસાડ શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રખડતી, અકસ્માતનો ભોગ બનતી કે નિરાધાર ગાયોને રક્ષણ આપવા માટે સ્થાનિક ગૌસેવકોઍ તિથલ રોડ સ્થિત ઍક ખાનગી જમીનમાલિકની યોગ્ય મંજૂરી મેળવી આ ગૌધામ શરૂ કર્યું હતું. વિતેલાં ૨ વર્ષથી અહીં ૨૦૦ જેટલી  ગાયોની સેવા-સુશ્રુષા અને ઘાસચારાની વ્યવસ્થા આખું વર્ષ દરમિયાન દાતાઓના દાનથી  કરવામાં આવી રહી હતી.
જેનાથી શહેરના માર્ગો પર રખડતા પશુઓથી થતા અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સરકારી ફરમાનના પગલે ગૌધામમાં આશરો લઈ રહેલી  અબોલ ગાયોને વલસાડ અને નજીકના વિસ્તારોની અન્ય ગૌશાળાઓમાં ખસેડવાની ફરજ પડી રહી છે.
 હાલ અહીંથી પશુઓનું સ્થળાંતર કાર્ય શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.  ગૌધામ ખાલી થવાના કારણે શહેરમાં આગામી દિવસોમાં ફરીથી રખડતા ઢોરનો ત્રાસ વધવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે તંત્ર આ અબોલ પશુઓ માટે તાકીદે સરકારી જમીન ફાળવી કાયમી વ્યવસ્થા ઊભી કરે તેવી લોકમાગ પ્રબળ બની છે.