ઉદવાડા ગ્રા.પં.માં ઉપસરપંચની ચૂંટણી યોજાઈ
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૭ ઃ પારડી તાલુકાના ઉદવાડા ગ્રામપંચાયતમાં આજે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. જે ચૂંટણીમાં વિજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ચૂંટણી દરમિયાન વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. ઉદવાડા ગામમાં માજી ડેપ્યુટી સરપંચ સરોશભાઈ ઈરાનીને જિલ્લા વિકાસ અધિકારીઍ સભ્યમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. આજે તા. ૭ ઓક્ટોબરના રોજ ઉદવાડાગામમાં ઉપસરપંચ માટેની ચૂંટણી પારડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વનરાજસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જે ચૂંટણી દરમિયાન વનરાજસિંહ પરમારે જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ સરોશભાઈ ઈરાનીનો ઉમેદવારી ફોર્મ રદ કર્યો હતો. સરોશભાઈ ઈરાનીઍ આક્ષેપ કર્યો હતો કે સેશન્સ કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ ઍમને ચૂંટણીમાં ભાગ લેવા માટે અનુમતિ આપવામાં આવી નથી અને ઍમના સાથે અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી અધિકારીઍ ડીડીઓના ઓર્ડર મુજબ સસ્પેન્ડ થયાનું જણાવ્યું હતું. અને ઍમને કોઈ પણ નામદાર કોર્ટનો ઓર્ડર ના મળ્યો હોવાનું જણાવ્યું હતું ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ફોર્મ આવ્યા હતા જેમાં સરોશભાઈ ઈરાની, વિજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને કુમુદબેન ઇશ્વરભાઇ પટેલનો સમાવેશ થાય છે જિલ્લા વિકાસ અધિકારીના ઓર્ડર મુજબ સરોશભાઈનું ફોર્મ ચૂંટણી અધિકારી વનરાજ પરમાર દ્વારા રદ કર્યો હતો અને વિજયભાઈ તથા કુમુદબેન વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિજયભાઈને બહુમતી મળતા વિજયભાઈને ઉપસરપંચ તરીકે વનરાજભાઈ પરમારે વિજેતા જાહેર કર્યા હતા છે કે ઍસીબીના ગુનામાં સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ હાજર થયા નથી અને સરોશ ઈરાની તથા ધર્મિષ્ઠાબેન બંને સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ઉપસરપંચની ચૂંટણી આજે તા. ૭ ઓક્ટોબરના રોજ યોજવામાં આવી હતી. જેમાં વિજયભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે. સરોશભાઈઍ ચૂંટણી અધિકારી સમક્ષ નામદાર સેશન્સ કોર્ટે ચૂંટણીમાં સામેલ થવા માટે ઓર્ડર કર્યો હોય ઍવી રજૂઆત કરી હતી પરંતુ નામદાર સેશન્સ કોર્ટનો ઓર્ડર ચૂંટણી અધિકારી વનરાજભાઈને ના મળ્યો હોવાનું ઍમણે જણાવ્યું હતું. અને ઓર્ડરને તેઓઍ યથાવત રાખ્યો હતો. ઉદવાડા ગામમાં છેલ્લા લાંબા સમયથી ગ્રામ પંચાયતમાં રાજકારણ ગરમાયુ છે. અને ઍસીબીની કાર્યવાહીના પગલે ગ્રામ પંચાયતમાં ચૂંટણીઓ જોવા માટેની નોબત આવી હતી. આજે વિજયભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવતા ગ્રામ પંચાયતનો વહીવટ ફરીથી વિજયભાઈના હાથમાં આવી ગયો છે. વિજયભાઈને પાંચ મત અને કુમુદ બેનને ચાર મત મળ્યા હતાં. જેથી વિજયભાઈની જીત થઈ હતી.
