વાપીમાં રખડતા પશુઓનો ભારે ત્રાસ
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્ના છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો અને ગામડાના રસ્તાઓ ઉપર મોટી સંખ્યામાં રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્નાં છે. રખડતા પશુઓને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની તેમજ કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે.
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉ રખડતા પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી કરવામાં આવતી હતી. હાલ પણ મહાનગરપાલિકા દ્વારા ખાનગી ઍજન્સીને કોન્ટ્રાક્ટ આપી રખડતા પશુઓને પકડી તેમના યોગ્ય નિકાલની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, શહેરમાં જે રીતે રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્ના છે તે જોતા સંબંધિત ઍજન્સી દ્વારા પૂરતી કામગીરી કરવામાં આવતી નથી તેવી નગરજનોમાં ફરિયાદ ઉઠી છે.
નગરજનોના જણાવ્યા મુજબ, કોઈ વિસ્તારમાં રખડતા પશુઓના કારણે અકસ્માત કે ગંભીર ઘટના બને ત્યારે જ દેખાડા પૂરતી ઍકાદ-બે દિવસ કામગીરી હાથ ધરવામાં આવે છે.
તેમાં પણ મુખ્ય બજાર અને જાહેરમાં દેખાતા વિસ્તારો પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદો છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારો તથા આંતરિક માર્ગો ઉપર રખડતા પશુઓની સમસ્યા યથાવત રહે છે. જ્યારે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલા કુંતા વટાર મોરાઈ સલવાવ બલીઠા નામધા ચંડોર ચણોદ છીરી અને છરવાડા જેવા ૧૧ ગામડાઓમાં રખડતા પશુઓ તેમજ ડુક્કરોના ત્રાસથી હાલમાં વરસાદી સિઝનમાં ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં ડાંગર તેમજ કઠોળ નો તૈયાર થયેલો પાક ને રખડતા પશુઓ અને ડુક્કર નુકસાન કરી રહ્ના જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ મોટું થઈ રહ્નાં છે
ઍક તરફ શહેરમાં રખડતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્નાં છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા માત્ર કાગળ ઉપર નહીં પરંતુ શહેર અને ૧૧ ગામડાઓમાં નિયમિત અને અસરકારક રીતે રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નગરજનોની ફરિયાદોને ધ્યાને લઈ વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સત્તાધારી હોદ્દેદારો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી સંબંધિત ઍજન્સીની કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને રખડતા પશુઓની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
