Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી યુપીઍલ બ્રિજ નીચે સર્વિસ રોડની હાલત ચારણી જેવી

વાપી યુપીઍલ બ્રિજ નીચે સર્વિસ રોડની હાલત ચારણી જેવી


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી નેશનલ હાઈવે પર શ્ભ્ન્ બ્રિજ નીચેનો સર્વિસ રોડ છેક દમણગંગા મુક્તિધામ સુધી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્ના છે. સમગ્ર રોડ ઉખડી ગયો છે અને ઠેર-ઠેર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ માર્ગ મુક્તિધામ તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી અંતિમયાત્રા અને રોજિંદા અવરજવર માટે મહત્વનો છે. તંત્ર દ્વારા તાજેતરમાં આ રોડ પર ઍક પટ્ટામાં પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ બાકીનો મોટાભાગનો પટ્ટો હજુ પણ અધૂરો અને ખાડાખડિયાવાળો છે. હાઈવે ઓથોરિટી દ્વારા હાલમાં છરવાડા હાઈવે ક્રોસિંગથી લઈ ગુંજન ચાર રસ્તા સુધી પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે, આ કામગીરીને આગળ લંબાવી દમણગંગા મુક્તિધામ સુધી હાઈવેની બંને તરફના સર્વિસ રોડનું સંપૂર્ણ પેચવર્ક કરવામાં આવે, જેથી લોકોને રાહત મળે.