ડુંગરી ફળિયાથી જીઆઇડીસીને જોડતો રોડ ખાડામાં
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી જીઆઇડીસીથી ડુંગરી ફળિયા, કરવડને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત ખખડધજ બની ગઈ છે. ઘણા સમયથી આ રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, છતાં મહાનગરપાલિકા તંત્રનું ધ્યાન જ નથી.
આ રોડ હજારો કામદારો, અને સ્થાનિકો માટે રોજિંદા અવરજવર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને અકસ્માતનો ભય સતત રહે છે. વરસાદ બાદ સ્થિતિ વધુ વણસી છે. સ્થાનિકોઍ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક આ રોડના ખાડા પૂરીને રોડનું સમારકામ કરે.
