વાપીની સરકારી કચેરીઓમાં હજુ પણ વચેટિયાઓની અવરજવર સામે સવાલો
- byDamanganga Times
- 08 October, 2026
(મનોજ ભંડારી દ્વારા)
વાપી, તા. ૦૭ ઃ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલી સત્તાની રૂઍ જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓમાં અનધિકૃત વ્યક્તિઓ તથા વચેટિયાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ સરકારી કામકાજ માટે અધિકૃત રીતે આવતા વ્યક્તિઓ સિવાય જાહેર જનતાને ગેરમાર્ગે દોરી, કામ કરાવી આપવાના બહાને વચેટિયા તરીકે કામગીરી કરનારાઓ સામે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
જોકે, આ જાહેરનામા બાદ પણ વાપીટાઉન અને વાપી જી આઈ ડી સી પંથકની કેટલીક સરકારી કચેરીઓમાં વચેટિયાઓ અને ફોલ્ડરિયા તરીકે ઓળખાતા લોકોની અવરજવર અંગે ચર્ચા ઉઠી રહી છે.
વાપી જીઆઈડીસી સ્થિત નોટિફાઈડ કચેરી ઉપરાંત મામલતદાર કચેરી, વાપી મહાનગરપાલિકા, સિટી સર્વે કચેરી તેમજ પોલીસ વિભાગની વિવિધ કચેરીઓની આસપાસ આવા લોકો સક્રિય હોવાના આક્ષેપો થઈ રહ્ના છે.
સ્થાનિક સ્તરે ઍવી પણ ચર્ચા છે કે કેટલાક લોકો જરૂરિયાતમંદ અરજદારોને તેમના કામ ઝડપથી કરાવી આપવાની અથવા અધિકારીઓ સાથે પોતાની ઓળખાણ હોવાનું જણાવી કામ તાત્કાલિક કરાવી આપવાની ખાતરી આપી મોટી રકમ વસૂલતા હોવાની ફરિયાદો છે. ખાસ કરીને વાપીના પોલીસ મથક મા ગુનાહિત પ્રવૃત્તિ કે કોઈ બે પક્ષો વચ્ચેની મારામારી અથવા જમીન અંગેની ફરિયાદો હોય તો તેઓને તાત્કાલિક વધાવી આપવા માટે દલાલ હાજર જ હોય છે અને તેઓ બધી જ વ્યવસ્થા પણ કરી રહ્ના હોવા ની ચર્ચા ચાલી રહી છે.કેટલીક સરકારી કચેરીઓની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાથી કચેરી પરિસરમાં સીધી રીતે વચેટિયાગીરી કરવી મુશ્કેલ બનતી હોવાની ચર્ચા વચ્ચે કચેરી બહારના વાહનો, ચાની કીટલીઓ, પાનના ગલ્લા તેમજ હોટલ-રેસ્ટોરન્ટ જેવા સ્થળોઍ અરજદારો સાથે સંપર્ક કરી કામ કરાવી આપવાની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્ના છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે કેટલીક કચેરીઓમાં સામાન્ય અરજદારો માટે નક્કી કરાયેલા સમય બાદ પણ વગદાર વ્યક્તિઓ જે તે કચેરી માંથી નિવૃત થયેલા અધિકારી કે કર્મચારી અથવા વચેટિયાઓની અવરજવર જોવા મળે છે. તેથી જિલ્લા કલેક્ટર તંત્ર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.ખાસ કરીને વાપી પંથકની વિવિધ સરકારી કચેરીઓમાં નિયમિત રીતે અવરજવર કરતા અને અધિકારીઓની કેબિનમાં બેસીને અરજદારોના કામ કરાવી આપવાની કામગીરી કરતા અધિકારીઓના ઍજન્ટ તેમજ દલાલ લોકોની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ નાગરિકોમાંથી ઉઠી રહી છે. દરેક સરકારી કચેરીઓમાં હવે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવાયા છે જે સીસીટીવી ફૂટેજની ચકાસણીની માંગ
વચેટિયાગીરી અંગેની ફરિયાદોની હકીકત જાણવા માટે સરકારી કચેરીઓમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની સમયાંતરે ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ છે. કેટલીક કચેરીઓમાં સીસીટીવી કેમેરા બંધ હોવાની ચર્ચા વચ્ચે આવા તમામ કેમેરા કાર્યરત છે કે નહીં તેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો હેતુ સરકારી કચેરીઓમાં પારદર્શક અને સીધી કામગીરી સુનિડ્ઢિત કરવાનો છે. ત્યારે જાહેરનામાની અસર વાપી પંથકની સરકારી કચેરીઓમાં પણ અસરકારક રીતે થાય અને અનધિકૃત વચેટિયાઓને દૂર રાખી અરજદારોને સીધી સરકારી સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવાની જરૂર છે સાથે જે તે કચેરીના મુખ્ય અધિકારીઍ પણ આ અંગે તકેદારી રાખે ઍ જરૂરી છે.
