Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીથી ગાંજાના જથ્થા સાથે ઉમરગામનો ઍક ઝડપાયો

વાપીથી ગાંજાના જથ્થા સાથે ઉમરગામનો ઍક ઝડપાયો


વાપી, તા.૦૫ ઃ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઍસ.ઓ.જી. વલસાડ (કેમ્પ વાપી) ની ટીમે નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સૂચનાથી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ગીતાનગર પોલીસ ચોકી સામે રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી સંજય ઉર્ફે ડેવીલ આનંદ રત્નાકર નાયક (ઉં.વ.૨૬) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ૨.૯૭૦ કિલો ગાંજો (કિં.રૂ.૧,૪૮,૫૦૦), બે મોબાઈલ ફોન (કિં.રૂ.૩૦,૦૦૦), હેરાફેરી માટે વપરાયેલી બેગ, ટ્રેનની ૩ ટિકિટ અને કપડાં મળી કુલ રૂ.૧,૭૮,૫૦૦નો મુદ્દામાલ જ કરાયો છે. આરોપી મૂળ ઓરિસ્સાના સંભલપુરનો વતની છે અને હાલ ઉમરગામના ગાંધીવાડીમાં રહેતો હતો. તેની વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફઝ઼ભ્લ્ ઍક્ટ  મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.