Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી રામા રેસીડેન્સીમાં જિતિયા માતાની પૂજા કરાઈ

વાપી રામા રેસીડેન્સીમાં જિતિયા માતાની પૂજા કરાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃવાપી શહેરના  નામધા રોડ પર આવેલી રામા રેસીડેન્સી સોસાયટીમાં ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા જિતિયા માતાની પરંપરાગત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.સંતાનોના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવતા આ વ્રત નિમિત્તે મહિલાઓઍ નિર્જળા ઉપવાસ રાખી વિધિવત કથા સાંભળી હતી. સોસાયટીના મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
પૂજા બાદ મહિલાઓઍ ઍકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારોની મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્ના હતા, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.