Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી મનપા વોર્ડ નં. ૮ અને ૯ માં સફાઈ કરાઈ

વાપી મનપા વોર્ડ નં. ૮ અને ૯ માં સફાઈ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ અને ૯માં ‘ઍક દિન, ઍક ઘંટા, ઍક સાથે’ના સંકલ્પ સાથે સફાઈ અભિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ અને ૯માં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સફાઈ અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
વહેલી સવારે વાપી ટાઉનના દેસાઈવાડા ખાતેના હનુમાન મંદિર તેમજ નામધા-ખડકલા ખાતેના હનુમાનજી મંદિર પરિસરમાં ‘ઍક દિન, ઍક ઘંટા, ઍક સાથે’ના સ્લોગનને સાર્થક કરતાં શ્રમદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપના પ્રભારી શિલ્પેશભાઈ દેસાઈ, ચૂંટાયેલા કાઉન્સિલરો, વાપી મનપાના મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, વિશાલભાઈ પટેલ સહિત વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્નાં હતા.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ વાપીના નાગરિકોને જાહેર સ્થળોઍ કચરો ન નાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.