Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

છીરીમાં જૂની અદાવતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો

છીરીમાં જૂની અદાવતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૨ ઃ વાપીના છીરી, રામનગર વિસ્તારમાં જૂની બોલાચાલીની અદાવત રાખી ઍક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો હોની ઘટના બની છે. આ અંગે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી જિતેન્દ્રકુમાર બબલુ શાહ રહે. રામનગર, છીરીઍ જણાવ્યું હતું કે, તે વાપી જીઆઈડીસીની ઍન.આર. અગ્રવાલ પેપર કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેમની સાથે કંપનીમાં સુપરવાઈઝર તરીકે ઉમેશકુમાર મહાદેવ યાદવ પણ નોકરી કરે છે. ગત તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે તે રૂમ બહાર નીકળ્યો ત્યારે બાજુમાં રહેતો બ્રિજેશ મહેન્દ્ર દિવાકર અગાઉની બોલાચાલીની અદાવત રાખી ઉમેશકુમાર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. સમજાવીને મોકલ્યા બાદ સાંજે છ વાગ્યે બ્રિજેશ ચપ્પુ લઈને આવ્યો હતો અને ૅઉમેશ તુ મેરે સાથ ઝગડા કરતા હે, મે તેરે કો આજ માર હી દું ઍમ કહી પેટ અને છાતીના ભાગે ૫-૬ ઘા માર્યા હતા. ગંભીર ઈજા થતા લોહી નીકળવા લાગતા ૧૦૮ ન આવતા પેસેન્જર રીક્ષામાં ઉમેશકુમારને વાપી હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે આરોપી બ્રિજેશ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.