Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

પારડી પોલીસે હાઈવે પરથી વાહનોનો ખડકલો હટાવ્યો

પારડી પોલીસે હાઈવે પરથી વાહનોનો ખડકલો હટાવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃપારડી પોલીસ સ્ટેશન સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ ના સર્વિસ રોડ ઉપર પારડી પોલીસ મથકમાં પકડાયેલા વિવિધ ગુનાના વાહનો ર્પાકિંગ કરતા મુશ્કેલી સર્જાઇ હતી જે સમસ્યાના નિકાલ માટે શાંતિ સમિતિની બેઠકમાં રજૂઆત કરવામાં આવતા પારડી પોલીસે સંપૂર્ણપણે વાહનો સર્વિસ રોડ પરથી ઉઠાવી લીધા છે અને રોડ ખાલી કરી દેવામાં આવતા આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ મોટી રાહત મળી છે પારડી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વાહનોને સર્વિસ રોડ ઉપર થી અન્ય ખસેડી લેવામાં આવતા સમસ્યાનો સંપૂર્ણ નિકાલ થઈ ગયો છે પારડી પોલીસના પીઆઇબી ગોહિલ અને ઍમની ટીમ ઍ લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સર્વિસ રોડ ખાલી કરાવી નાખ્યો છે જેથી લોકો ઍમનો આભાર વ્યક્ત કર્યો છે.