Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું દર્દનાક મોત

વલસાડમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું દર્દનાક મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપની સામેથી પસાર થતી ઍક ખુલ્લી ગટરમાં આજે મોડી સાંજે ઍક ગાય અચાનક ખાબકી હતી. ગટરમાં પટકાતાં ગાયનું પેટ ગંભીર રીતે ફાટી ગયું હતું અને આંતરડા બહાર આવી ગયા હતા, જેના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, પાલિકા સભ્ય જીગ્નેશ પટેલ તેમજ રતનસિંહ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. આ ગંભીર ઘટના સંદર્ભે વલસાડ પ્રાંત અધિકારીને વાકેફ કરાતાં તેમણે તુરંત પશુચિકિત્સકની ટીમ અને ‘અગ્નિવીર’ રેસ્ક્યુ ટીમને સ્થળ પર રવાના કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી વેટરનરી ડૉક્ટરોની ટીમે ગાયની તાકીદની સારવાર શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ અને સારવાર દરમિયાન ગાયના ફાટી ગયેલા પેટમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓ (કચરો) બહાર નીકળી આવતાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તબીબો દ્વારા ગાયનો જીવ બચાવવા માટે ભારે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે સારવાર દરમિયાન ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.