Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં ગંદા પાણીના નિકાલ બાબતે મહિલા પર હુમલો

વાપીમાં ગંદા પાણીના નિકાલ બાબતે મહિલા પર હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા . ૨૮ ઃ  વાપીના ઈમરાન નગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ બાબતે થયેલા ઝઘડામાં મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી મહિલા રૂક્સસના ફિરોઝ ખાનના જણાવ્યા મુજબ, તા. ૨૭ સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૧ વાગ્યે પાડોશમાં રહેતા યુવકે તેમના ભાઈ અને વૃદ્ધ માતા સાથે ઝઘડો કરી ગાળો આપી હતી. ફરિયાદી પૂછવા જતા આરોપીઍ ઉશ્કેરાઈ તેમને અને તેમના ભાઈને ઢીકામુક્કીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
છોડાવવા વચ્ચે પડેલા વૃદ્ધ માતાને આરોપીઍ ધક્કો મારતા તેઓ જમીન પર પડી ગયા હતા અને ડાબા હાથના ખભાના ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસે આરોપી જાવેદ અઝીઝ ખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.