Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડમાં દારૂ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

વલસાડમાં દારૂ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લા ઍલસીબી ની  ટીમે દારૂ ના  ગુનામાં છેલ્લા બે વર્ષથી  વોન્ટેડ આરોપીને સુરત શહેરના કઠોદરા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઍલ.સી.બી. પી.આઈ. ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીઍસઆઈ જે.બી. ઘનેશા તથા સ્ટાફની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસમાં હતી. તે દરમિયાન, ઍલ.સી.બી. ને મળેલી બાતમી  આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪માં નોંધાયેલા દારૂ ના  ગુનાનો વોન્ટેડ આરોપી હરેશભાઈ લાલજીભાઈ સિધ્ધપુરા સુરતના કઠોદરા વિસ્તારમાં હોવાનું જણાયું હતું. બાતમીના સ્થળે દરોડો પાડી પોલીસે આરોપીને સુરતના કઠોદરા, મારુતી નંદન રો-હાઉસ પાસેથી ઝડપી પાડી રૂરલ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.