Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સાપુતારા ઘાટ પર બે કાર વચ્ચે અકસ્માત

સાપુતારા ઘાટ પર બે કાર વચ્ચે અકસ્માત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૨૭ ઃ સાપુતારા ઘાટમાર્ગમાં સાપુતારાથી નીચે ઉતરતા જ ઍક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મરાઠી પરિવારની ટાટા નેક્સોન કાર (નંબર પ્ણ્ ૧૫ ધ્ઘ્ ૭૧૧૩) અને સુરતી પરિવારની ટોયોટા ઇનોવા ગાડી (નંબર ઞ્થ્ ૦૫ ઘ્ધ્ ૮૭૧૨) વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટાટા કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યુ હતું અને ઍરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ દર્દનાક ઘટનામાં ગાડીમાં સવાર મા-દીકરી ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. ઘટના બાદ આસપાસના લોકો ઍકઠા થઈ ગયા હતાં અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.