Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ડાંગ જિલ્લામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણેશ વિસર્જન

ડાંગ જિલ્લામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણેશ વિસર્જન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૨૫ ઃ ડાંગ જિલ્લામાં ૧૨ દિવસ સુધી ચાલેલા ગણેશ મહોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહસભર વાતાવરણમાં ભાવુક પૂર્ણાહુતિ થઈ છે. જિલ્લાના વડામથક આહવા સહિત વઘઈ, સુબિર, ગિરિમથક સાપુતારા અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની મૂર્તિઓનું ભવ્ય વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ૅગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકર યૉ ના ગગનભેદી નારા અને ઢોલ-નગારા, તાશા તેમજ ડી.જે.ના તાલ પર ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને આખા વિસ્તારનું વાતાવરણ ગણેશમય બની ગયુ હતું.સવારથી જ ડાંગ જિલ્લાનાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગુલાલની છોળો વચ્ચે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. આહવા અને સાપુતારા જેવા વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત નૃત્યો અને વાજિંત્રો સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.વિસર્જન વેળાઍ નદીઓ, કોતરડા, જળાશયો અને ચેકડેમો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોઍ અશ્રુભીની આંખે અને આગામી વર્ષે જલ્દી આવવાના નિમંત્રણ સાથે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતુ.