Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ચીખલી સહિતના ગામોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન

ચીખલી સહિતના ગામોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૫ ઃ ચીખલી પંથક સહિત આજુબાજુના ગામોમાં ગણેશ ભક્તો દ્વારા દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ વહેલી સવારથી જ ગણેશ પંડાલમાં ગણપતિ બાપા મોરિયા આગલે બરસ તું જલ્દી આના જેવા ગગન ભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતાં. મંડળોઍ પોતાની ટ્રોલીમાં જ ગણપતિની સ્થાપના કરેલ હોય જેના કારણે ટ્રેક્ટર, ટ્રોલી કે ટેમ્પામાં ગણપતિ બાપા ની મૂર્તિ ઉચકીને મૂકવાનું આવ્યું ન હતું. જ્યારે કેટલાક નાના ગણેશ મંડળો ઍ ટ્રેક્ટર અને ટેમ્પામાં આકર્ષક રીતે સજાવટ કરી હતી. ડીજેના તાલે જાહેર રોડ ઉપર અબીલ ગુલાલની છોડો ઉડાડી ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના જેવા નારા સાથે અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા નીકળતા ગામની ગલીઓ તેમજ જાહેર માર્ગો ઉપરનું વાતાવરણ ભક્તિ મયી બની ગયું હતું. જાહેર રોડ ઉપર ઍક સાથે બે ત્રણ મંડળના ગણપતિ ભેગા થઈ જતા ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જવા પામી હતી. ગણેશ મંડળો દ્વારા વિવિધ પ્રકારની ટીશર્ટ તેમજ મહિલાઓઍ ઍક જ રંગની સાડીઓ પહેરીને તેમજ વિવિધ મંડળોના નામો લખેલી ટીશર્ટ ગણેશ ભક્તો ઍ પહેરી જાહેર રોડ ઉપર ગરબા અને નાચ-ગાન સાથે વાજતે ગાજતે ગણપતિ બાપાની ચીખલી કાવેરી નદીના કિનારે તેમજ ઘેજ ખરેરા નદી કિનારા ઉપર તથા કેટલાક ગામોના મંડળો દ્વારા ગામમાં આવેલ તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.