Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીના છીરીમાં સેવાસેતુ કાર્યક્રમમાં ૧૨૨૭ અરજીનો હકારાત્મક નિકાલ કરાયો

વાપીના છીરીમાં સેવાસેતુ કાર્યક્રમમાં ૧૨૨૭ અરજીનો હકારાત્મક નિકાલ કરાયો


વલસાડ, તા. ૨૫ ઃ પ્રજાના લાગણી, માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ રાજ્ય સરકાર દ્વારા સરકાર તમારા દ્વારે વિચાર સાથે સેવાસેતુ કાર્યક્રમનું ગામે ગામ અને શહેરોમાં આયોજન થઈ રહ્નાં છે જેના ભાગરૂપે શુક્રવારે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપી મહાનગરપાલિકા દ્વારા છીરી ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૨૭ જેટલી અરજીનો હકારાત્મક નિકાલ કરાતા અરજદારોઍ સરકારનો આભાર માન્યો હતો.
પોતાના જ ગામમાં કે શહેરમાં ઍક જ છત નીચે નાગરિકોને સરકારની વિવિધ યોજના અને સેવાનો લાભ મળી રહે જેથી તેઓઍ તાલુકા કે જિલ્લા મથક સુધીની કચેરીમાં લંબાવુ ન પડે અને તેમની અરજીનો ઝડપી નિકાલ થાય તે માટે વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા છીરી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેની રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈઍ મુલાકાત લીધી હતી.    સ્થળ પર સેવા સેતુ કાર્યક્રમનો લાભ મેળવનાર લાભાર્થી કાજલ વિનય ગુાઍ જણાવ્યું કે, સેવા સેતુ કાર્યક્રમનું આયોજન મારા ઘર નજીક થયું હોવાનું જાણવા મળતા હું અહીં આવી હતી અને મારા દીકરાનો જન્મનો દાખલો માત્ર ૧૦ મીનિટમાં જ મળી ગયો હતો. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.  આ રીતે સાતબાર/આઠ-ઍના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેક્ષ, ઉંમરનો દાખલો, જાતિ પ્રમાણ પત્ર, નવા વીજ જોડાણ કનેકશન, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, પીઍમ સ્વનિધિ યોજના સહિતની વિવિધ યોજનાનો કુલ ૧૨૨૭ લોકોઍ લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી.