Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડ સુગરના આઈપીઍલ યુનિટમાં ૫ લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક રખાયો

વલસાડ સુગરના આઈપીઍલ યુનિટમાં ૫ લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક રખાયો


વલસાડ, તા. ૨૫ ઃ આઈપીઍલ યુનિટ વલસાડ સુગર ખાતે આગામી શેરડી પીલાણ સીઝનની શરૂઆત પૂર્વે બોઈલર અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું. આગામી સીઝનમાં ફેક્ટરી દ્વારા આશરે ૫ લાખ ટન શેરડીનું પીલાણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બોઈલર અગ્નિ પ્રજ્વલિત પ્રસંગે આઈપીઍલ યુનિટ વલસાડ સુગરના જીઍમ અરવિંદ દેસવાલ, ઍગ્રીકલ્ચર ઓફિસર વી.ડી. ચૌધરી, ડીજીઍમ શૈલેષ વણકર સહિત ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
આ પ્રસંગે આગામી પીલાણ સીઝન માટે ફેક્ટરીની મશીનરી, બોઈલર, શેરડી પુરવઠા અને અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓઍ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી પૂરતી અને ગુણવત્તાયુક્ત શેરડી મળી રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આગામી સીઝનમાં ૫ લાખ ટન શેરડીના પીલાણના લક્ષ્યાંકને સિદ્ધ કરવા ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.