Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી શહેર ભાજપ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

વાપી શહેર ભાજપ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વડા-ધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ગૌરવવંતા ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વાપી શહેર ભાજપ સંગઠન દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. જેના ભાગરૂપે બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ચલા ઘ્ણ્ઘ્ ખાતે આરોગ્ય તપાસ શિબિર તેમજ મહિલા આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કેમ્પ યોજાયો હતો.
કેમ્પ દરમિયાન ઉપસ્થિત લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ મહિલાઓને આરોગ્ય, વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિ થકી સમાજના વિવિધ વર્ગો સુધી આરોગ્યલક્ષી જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, વાપી મહાનગરપાલિકા મેયર  દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર પ્રભારી ભરતભાઈ જાધવ, ડાંગ જિલ્લા પ્રભારી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી સહિત જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા. સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સેવાભાવ સાથે સહભાગી બની આરોગ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.