Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

કપરાડાના વાવરમાં વીજ કરંટથી બે કામદારોનાં મોત, ઍક ઈજાગ્રસ્ત

કપરાડાના વાવરમાં વીજ કરંટથી બે કામદારોનાં મોત, ઍક ઈજાગ્રસ્ત


(દમણગંગા ટાઇમ્સ -તિનિધિ)
ચીવલ, તા. ૨૪ ઃ કપરાડા તાલુકાના વાવર ગામે વીજકરંટ લાગવાની ઘટનામાં બે કામદારોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
વાવર ગામે વીજપોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક વીજકરંટ લાગતાં સુરેશભાઈ કુસનાભાઈ પવાર (ઉં. ૪૫), રહે. વાવર-રીઠમાળ અને સાગરભાઈ આંબાદાસભાઈ સરનાયક (ઉં. ૩૦), રહે. વાવર-ઘરટાપાડાને ગંભીર અસર થઈ હતી. બંનેને તાત્કાલિક સુથારપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસ બાદ બંનેને મૃત જાહેર કરાયા હતા.
અકસ્મતમાં હેમેશભાઈ ભાવુરામભાઈ સરનાયક ઈજાગ્રસ્ત થયા હતા. તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધરમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર ઍસ. આર. પટેલે જણાવ્યું હતું કે, ઙ્કકામદારો જાતે વીજપોલ ઊભો કરી રહ્ના હતા. અત્રેની કચેરી તરફથી કોઈ કામ સોંપવામાં આવ્યું નહોતું કે કોઈને કામગીરી માટે મોકલવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે.