Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

આજે વાપીમાં ગણેશજીની દબદબાભેર વિસર્જનયાત્રા

આજે વાપીમાં  ગણેશજીની દબદબાભેર વિસર્જનયાત્રા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ દસ દિવસના ભક્તિભાવભર્યા ગણેશોત્સવના સમાપન નિમિત્તે આજે વાપી પંથકમાં ૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે. વાપી ટાઉનમાં ૨૫, જીઆઇડીસીમાં ૧૮ અને ડુંગરા વિસ્તારમાં તમામ મોટી પ્રતિમાઓનું દમણ દરિયામાં વિસર્જન કરવામાં આવશે.
સવારથી જ મંડપોમાં પૂજા-અર્ચના અને આરતીનો માહોલ જોવા મળશે. બપોર બાદ ઍક પછી ઍક વિસર્જન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ’ ના નાદ સાથે ભક્તો શ્રીજીને ભારે હૈયે વિદાય આપશે. ઢોલ-નગારા, ડીજે અને લેઝિમના તાલે યુવાનો ઝૂમશે.
વિસર્જનને લઈને પોલીસ તંત્ર ઍલર્ટ મોડ પર છે. વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મુખ્ય ચોકડીઓ પર પોલીસ જવાનો તૈનાત રહેશે. દમણ દરિયા કિનારે પણ ક્રેન અને લાઈફગાર્ડની વ્યવસ્થા સાથે તંત્ર સજ્જ છે.