Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી મનપા અને જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

વાપી મનપા અને જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લાક્ક્ષા અને વાપી મહાનગરપાલિકા કક્ષા નવરાત્રી ગરબા રાસ સ્પર્ધા પ્રાચીન/ અર્વાચીન તથા રાસ સ્પર્ધા  ઓકટોબર માસના પ્રથમ અઠવાડિયામાં યોજાશે. જેમાં પ્રાચીન તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જયારે રાસની સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો બન્ને ભાગ લઈ શકશે જેમાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. પ્રાચીન /અર્વાચીન ગરબા તથા રાસનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન / અર્વાચીન ગરબા તથા રાસમાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે અને સાથે સહાયક ૦૪ વ્યકિત રાખી શકાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓ તથા કલા મંડળોઍ નિયત નમૂનાનું ફોર્મ આધારકાર્ડની નકલ સામેલ રાખી તા.૨૯-૦૯-૨૦૨૬ સુધીમાં કામકાજના દિવસો તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬,જૂની બી.ઍસ.ઍન.ઍલ કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવનાર ફોર્મ તથા અધુરી વિગતોવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઍમ જિલ્લા યુવા વિકાસ અધિકારી  વલસાડ દ્વારા જણાવાયું છે.