Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીઅોઍ ઈન્ટરનેશનલ ગ્રેપલિંગમાં બ્રોન્ઝ મેળવ્યો

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીઅોઍ ઈન્ટરનેશનલ ગ્રેપલિંગમાં બ્રોન્ઝ મેળવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ   રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓઍ તારીખ ૧૯/૦૯/૨૦૨૬ થી ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ યોજાયેલ તુર્કી મુકામે ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં કરીના કોલતે (ઍસ.વાય.બી.કોમ) ૬૪ કિ.ગ્રા માં આંતરરાષ્ટ્રીય કક્ષાઍ બ્રોન્ઝ મેડલ પ્રા કર્યો હતો. અને વિશેષ પાંડે (ઍસ.વાય.બી.સી.ઍ.) ૬૨ કિ.ગ્રા. કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાઍ ભાગ લીધો હતો. આ બંને વિદ્યાર્થીઓઍ ભારત દેશનું, ગુજરાત રાજ્યનું તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
 આ બંને વિદ્યાર્થીઓને ગ્રેપલિંગ ગુજરાત ઍસોસિઍશન તેમજ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના  પ્રોવોસ્ટ ડૉ. વિકાસ દેસાઈ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. પ્રિયકાન્ત વેદ, મેનેજમેન્ટ કોલેજના ડીન ડૉ. કેદાર શુક્લા, પ્રિન્સીપાલ (ફાર્મસી કોલેજના ડીન) ડૉ.અરિન્દમ પોલ, શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.દિલીપ ઘોલપ, કોચ રાજપાલ શર્મા તેમજ ટ્રસ્ટીઓઍ અભિનંદન પાઠવ્યા હતા.