Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ડુંગરામાં જૂની અદાવતમાં ચાર શખ્સોનો ધારદાર હથિયારો વડે હુમલો

ડુંગરામાં જૂની અદાવતમાં ચાર શખ્સોનો ધારદાર હથિયારો વડે હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ ડુંગરા સાયરા નગર, ગારમેન્ટ ઝોનની બાજુમાં નહેર પાસે તા.૨૧/૦૯/૨૦૨૬ના રોજ રાત્રે ૯ થી ૧૦ઃ૩૦ વાગ્યા દરમિયાન ચાર શખ્સોઍ ઍકબીજાની મદદગારી કરી અંગત અદાવત રાખી આતંક મચાવ્યો હતો.
ફરિયાદી દશરથભાઈ પ્રભુભાઈ પટેલ, રહે. ડુંગરા દેવજી ફળિયાઍ જણાવ્યા મુજબ આરોપીઓ  રાહુલ સિંગ રહે. દાદરા મોરા, રૂપેશસિંગ,  અંકુરસિંગ રહે. ડુંગરા કોલોની, સૌરભ લાલમની મોર્યા રહે. ડુંગરા, સાયરાનગરઍ બોલાચાલી કરી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
આરોપી રાહુલસીંગે થાર કાર નં. ઝ઼ઝ઼-૦૧-ઘ્-૮૦૩૦ લઈ આવી સચીન અરવિંદભાઈ પટેલને ડાબા હાથમાં કોણીના નીચે મોઢાથી બટકુ ભર્યું અને હાથમાં રહેલો છરો કિરણ ગુમન આહિર નામે પકડી લેતા હાથમાં વાગી ગયેલ. બંટુ અરવિંદભાઈને પગના ભાગે ઈંજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ડુંગરા પોલીસે રાહુલ સીંગ, રૂપેશ સીંગ, અંકુર સીંગ અને સૌરભ મોર્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.