Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડ લેબર કોર્ટે પારડી પાલિકાના ડ્રાઇવરની અરજી ફગાવી દીધી

વલસાડ લેબર કોર્ટે પારડી પાલિકાના ડ્રાઇવરની અરજી ફગાવી દીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ પારડી નગરપાલિકાના ફાયર વિભાગમાં અગાઉ કરાર આધારિત ફરજ બજાવતા ડ્રાઇવર દ્વારા નોકરીમાં પુનઃસ્થાપિત કરવા અને વચગાળાના પગારની માંગ સાથે કરાયેલા કેસમાં વલસાડની લેબર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. લેબર કોર્ટે સુનાવણીના અંતે કર્મચારીનો દાવો રદ્દ કરી પારડી નગરપાલિકાની તરફેણમાં ફેંસલો સંભળાવ્યો છે. પારડી નગરપાલિકાની ફાયર શાખામાં ચોક્કસ મુદ્દતના કોન્ટ્રાક્ટ હેઠળ ફાયર ફાઇટર વાહનના ડ્રાઇવર તરીકે કામ કરતા રાજેશ ધનરાજ યાદવને છૂટા કરવામાં આવ્યા હતાં. આ પગલાને ગેરકાયદેસર ગણાવી તેમણે દક્ષિણ ગુજરાતના સિનિયર લેબર લોયર મારફતે વલસાડ લેબર કોર્ટમાં રેફરન્સ કેસ નં.૩૬/૨૦૧૯ દાખલ કર્યો હતો. જેમાં તેઓઍ નોકરીમાંથી છૂટા કરેલા તમામ દિવસોનો પગાર ચૂકવવા તથા મૂળ હોદ્દા પર પુનઃસ્થાપિત કરવાની દાદ માંગી હતી. જા કે ડ્રાઈવરોને કાયમી કરવાની સત્તા પાલિકા પાસે ન હોય પાલિકાના ધારાશાસ્ત્રીઍ નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને કાયદાકીય જોગવાઈઓ ટાંકીને લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરી હતી. તમામ પક્ષોની રજૂઆતો અને કાયદાકીય બાબતોની વિસ્તૃત છણાવટ બાદ વલસાડ લેબર કોર્ટના જજ સી.વી. લીમ્બાચીયા સાહેબે કામદારનો કેસ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. આ સમગ્ર કેસમાં દક્ષિણ ગુજરાતની વિવિધ નગરપાલિકાઓનું પ્રતિનિધિત્વ કરતા ઍડવોકેટ કૌશિક જી. કાને પારડી નગરપાલિકા વતી સફળ વકીલાત કરી હતી.