Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ભિલાડ વિસ્તારમાં ટાસ્ક ફોર્સનું સઘન ચેકિંગ

ભિલાડ વિસ્તારમાં ટાસ્ક ફોર્સનું સઘન ચેકિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા ઉમરગામ તાલુકામાં ભિલાડ અને તેની આજુબાજુના વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર અને જાહેરમાં ધુમ્રપાન કરનાર કુલ ૪૨ લોકો સામે કેસ કરી રૂ. ૮૧૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. 

તદઉપરાંત કલમ-૪ જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ તથા કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. તથા કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાલાને ચેતવણી આપવામાં આવી કે, તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવતોનું  છૂટક વેચાણ પર -તિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.

ઉપરોક્ત કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ.કે. સિંહ, ઍપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ, ફૂડ અને ડ્રગ્સ વિભાગમાંથી જે.કે.ચૌધરી, પોલીસ વિભાગમાંથી હેડ કોન્સ્ટેબલ હેમંત જે. પટેલ અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર ઍસ.ઝેડ.બાગુલ અને સોશિયલ વર્કર ઍ.ઍ.પટેલ હાજર રહી સફળતાપુર્વક કામગીરી કરવામાં આવી હતી.