Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

અંભેટીની નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઅો ફરી રાષ્ટ્રીય સ્તરે ઝળકયા

અંભેટીની નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઅો ફરી રાષ્ટ્રીય સ્તરે ઝળકયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ અંભેટી ગામમાં આવેલી પીઍમશ્રી જવાહર નવોદય વિદ્યાલયે રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધામાં સતત બે વર્ષથી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી સમગ્ર વલસાડ જિલ્લા તેમજ ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જી છે. 

૨૬મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા ૨૦૨૪-૨૫ દરમિયાન પીઍમશ્રી જવાહર નવોદય વિદ્યાલયે પુણે ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રા કર્યું હતું. આ વર્ષે પણ ૨૭મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા ૨૦૨૫-૨૬માં લખાયો છે. સત્તાવાર પરિણામ અનુસાર, પીઍમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, વલસાડે ફરી ઍકવાર પુણે ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રા કર્યું છે તેમજ મેરિટ ટ્રોફી માટે પસંદગી મેળવી છે.

જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજશ્રી ટંડેલનું તથા વદ્યાલયના વર્તમાન પ્રાચાર્ય રાજુલ શામકુવર  શૈક્ષણિક દિશાનિર્દેશન, માર્ગદર્શન તથા પ્રોત્સાહન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ રહ્નાં છે.