Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડમાં સંજય શાહ પરિવાર દ્વારા અલ્પાહાર સેવા કેમ્પ યોજાયો

વલસાડમાં સંજય શાહ પરિવાર દ્વારા અલ્પાહાર સેવા કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ શહેરમાં ગણેશ વિસર્જન પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે સેવાકીય પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા જાણીતા ઓમકારેશ્વર મહાદેવ મંદિર તેમજ નિઃશુલ્ક ઍમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરતા સંજય સ્ટીલવાળા સંજયભાઈ શાહ, આયુષ સંજય શાહ તેમજ તેમના પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખી આ વર્ષે પણ ગણેશ ભક્તો માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બાપ્પાની પ્રતિમાઓ સાથે નીકળેલા  શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પમાં ગરમાગરમ વડાપાઉં, સ્વાદિષ્ટ ફરસાણ, ચા તેમજ ઠંડા પીવાના પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં જોડાયેલા મોટી સંખ્યામાં ભક્તોઍ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો અને રાહત અનુભવી હતી.
ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર અને નિઃશુલ્ક ઍમ્બ્યુલન્સ સેવા થકી વર્ષોથી લોકસેવામાં કાર્યરત સંજય સ્ટીલ પરિવારની આ પહેલને નગરજનો અને ભક્તોઍ  બિરદાવી હતી. ઉપસ્થિત લોકોઍ શાહ પરિવાર દ્વારા સમાજહિત અને ભક્તિભાવથી ભરેલા આવા સેવાકીય કાર્યો ભવિષ્યમાં પણ અવિરત ચાલતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.