Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

આમધા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સ્પોર્ટસમાં ઝળકી

આમધા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સ્પોર્ટસમાં ઝળકી


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ જિલ્લા કક્ષાની શાળાકીય રમત (લ્ઞ્જ્ત્)માં નાનાપોંઢા તાલુકાની આમધા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રવૃતિ અનિલભાઈ ગાંવિતે ૬૦૦ મીટર દોડ, અંડર ૧૪ અને ચક્ર ફેંકમાં પ્રથમ ક્રમ મેળવી ઝળહળતી સિધ્ધિ મેળવી છે. 

આમધા પ્રાથમિક શાળાના આચાર્ય જતિનભાઈ પટેલ તથા વ્યાયામ શિક્ષક જશંવતભાઈ ગાયકવાડ અને શાળા પરિવાર દ્વારા પ્રતિભાશાળી ખેલાડી પ્રવૃતિ ગાંવિતને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે જ તેઓ રમત ગમત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.