Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

તિથલમાં મળેલી દુર્લભ ગણેશજીની મૂર્તિ માટે ભવ્ય મંદિર બની રહ્નાં છે

તિથલમાં મળેલી દુર્લભ ગણેશજીની મૂર્તિ માટે ભવ્ય મંદિર બની રહ્નાં છે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ ત્રણ વર્ષ અગાઉ તિથલ દરિયા કિનારે ચાલતા અંજલાવના ઍક સહેલાણીને ગણપતિ બાપાની મૂર્તિ મળી આવી હતી. બાપાની અતિ દુર્લભ મૂર્તિ મળી આવતા ગ્રામજનો દોડી ગયા અને આ ૮૦ કિલો વજન ધરાવતી ચાર ફૂટ ઉંચી અને ત્રણ ફૂટ પહોળી આ મૂર્તિ તિથલગામમાં રાખવામાં આવી હતી. જે બાદ આ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવા માટે લોક ફાળો દાન દક્ષિણાથી તિથલગામમાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્નાં છે. વલસાડના પ્રખ્યાત તિથલ દરિયાકિનારે ફરવા ગયેલા અંજલાવગામના દર્શનાર્થી મનોજભાઈ જે. સોલંકીને દરિયાકાંઠેથી ગણપતિ બાપાની અતિ દુર્લભ અને અખંડિત મૂર્તિ મળી આવી હતી. આ પ્રતિમા  આશરે ૮૦ કિલો વજન ધરાવતી ૪ ફૂટ ઊંચી અને ૩ ફૂટ પહોળી છે તેમજ રક્તવર્ણ શીલામાંથી કંડારાયેલી અને જમણી સૂંઢ ધરાવતી હોવાથી તેનું ધાર્મિક મહત્વ ઘણું વધી ગયું છે. દરિયાકિનારેથી આ પ્રાચીન મૂર્તિ મળી આવ્યા બાદ ગ્રામજનો દ્વારા તેને સાચવીને મંદિરમાં આદરપૂર્વક રાખવામાં આવી હતી અને તેની દેખરેખ રાખવામાં આવી રહી હતી. આ પ્રાચીન ગણેશજીની પ્રતિમાને યોગ્ય સ્થાન માટે ગામના સરપંચ રાકેશભાઈ પટેલની આગેવાની હેઠળ  મંદિરનું ખાતમુહૂર્ત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ ડુંગરીના જાણીતા બિલ્ડર બીપીનભાઈ પટેલ સહિત અન્ય ભક્તો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રાચીન ગણેશ પ્રતિમાની યોગ્ય સ્થાપના થાય તે માટે ગામમાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો દ્વારા ઍક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે. 

દરિયાકાંઠેથી મળેલી આ પવિત્ર મૂર્તિને કારણે સમગ્ર પંથકના ભક્તોમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્ના છે.