Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ગુંદલાવ શિવ શક્તિ રેસીડેન્સીમાં ગણેશોત્સવની ઉજવણી

ગુંદલાવ શિવ શક્તિ રેસીડેન્સીમાં ગણેશોત્સવની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ ગુંદલાવ સ્થિત શિવ શક્તિ રેસીડેન્સી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંડળના સભ્યો અને રહીશો દ્વારા દાદાની મૂર્તિનું ઢોલ-નગારા અને ગુલાલની ઉડાણ વચ્ચે ભવ્ય આગમન કરાવવામાં આવ્યું હતું.

ગણેશ મહોત્સવ દરમિયાન સોસાયટીના પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્ના છે. દરરોજ સવારે અને સાંજે નિયમિત આરતી, થાળ તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. બાળકો અને મહિલાઓ માટે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ગરબાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોસાયટીના તમામ રહીશો ઉત્સાહભેર ભાગ લઈ રહ્ના છે.

મંડળના આયોજકોઍ જણાવ્યું હતું કે, આ ઉત્સવથી સોસાયટીમાં ઍકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને છે. ગણપતિ બાપાના દર્શન માટે આસપાસના વિસ્તારમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્ના છે અને ધન્યતા અનુભવી રહ્ના છે. મહાપ્રસાદ અને વિસર્જન યાત્રા માટે પણ સોસાયટી મંડળ દ્વારા ભવ્ય આયોજન થયું હતું.