Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીની રૂદેય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૭૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું

વાપીની રૂદેય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૭૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વલસાડ જિલ્લા ની નાનકડી સંસ્થા રુદેય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષમાં કુલ ૩૭૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગત ૪ વર્ષથી સંસ્થા સતત વૃક્ષારોપણનું કામ અવિરતપણે કરી રહી છે. ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સમાન કાર્ય કરવા માટે માનનીય વડાપ્રધાનના ઍક પેડ માં કે નામ ના આહવાનને અનુસરી કુદરતલક્ષી સેવા કાર્ય સંસ્થા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.  
હાલ ચાલુ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કુલ ૩,૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર વલસાડ જિલ્લા નર્મદા અને ભરૂચ જિલ્લા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ છાયડાના રોપા, વિવિધ ફળ ઝાડ ના રોપા અને બાગ બગીચા બ્યુટીફિકેશન ને ધ્યાનમાં રાખી ફૂલછોડના રોપા વિતરણ કરવામાં આવ્યા છે.
સંસ્થાના પ્રમુખ ઍવા  બીપીનભાઈ દેસાઈ ની આગેવાનીમાં ગોકુલ વિહાર ટાઉનશીપ, સામ્રાજ્ય સોસાયટી, શ્રીક્રિષ્ના ઇન્ટરનેશનલ શુક્લ, સરકારી પ્રાથમિકશાળા, આંગણવાડી તેમજ વાપી વિસ્તારના કેટલાક ઉધ્યોગીક ઍકમોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો.
તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘર આંગણે સુશોભન કરવાના હેતુથી વૃક્ષ વિતરણ કરવામાં આવ્યા છે.
સાથે નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકામાં ખેડૂતોને શેઢા-પાડે વાવવા માટે કલમી આંબા, લીંબણ, સરગવા, સીતાફડી, ચીકુ, જમરૂખ જેવા વિવિધ ફળ આપતા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ભવિષ્યમાં ખેડૂત પરિવારને ઉપયોગી બની રહેશે. તેમજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં વૃક્ષારોપણ માટે રોપા પુરા પાડવામાં આવ્યા હતા. તેમજ સાતપુડા અને વિંધ્યાચળ પર્વતમાળના ડુંગર વિસ્તારમાં આ વર્ષે ૨૦૦૦ થી વધુ સીડ્સ બોલનું વાવેતર ચોમાસા દરમિયાન કરવામાં આવેલ છે.
રુદેય ચેરીટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને સફળ બનાવવા માટે સંસ્થાની વોલિઍન્ટર ટીમ તેમજ ફોરેસ્ટ વિભાગ નો ખૂબ સારો સહકાર મળ્યો છે.  મુખ્યત્વે જોડાયેલ કાર્યકરો ઍવા બીપીનભાઈ દેસાઈ, સુભાષભાઈ પટેલ, રાહુલભાઈ જેસવાર, રાજુભાઈ, રાહુલ તડવી, રણજીત તડવી, અમિત રાવલ, રઘુ મંડલ અમીબેન પંડ્યા, નીતી બેન પટેલ, અર્ચનાબેન દેસાઈ, કોકિલાબેન પંડ્યા, સત્યેન પંડ્યા વગેરે કાર્યકરોના સહિયારા પ્રયાસથી વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બની શક્યો છે.